Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

IPL -12માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્રથમ જીત :કિંગ્સ ઇલેવન પંજાબ સામે 8 વિકેટે શાનદાર વિજય

વિરાટ કોહલીએ 67 રન, એબી ડી વિલિયર્સએ અણનમ 59 અને ગેઈલના 99 રન ફટકાર્યા

  મુંબઈ :રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-12માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 173 રન બનાવ્યા હતા.જેના જવાબમાં બેંગલોરે 19.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આઈપીએલ-12માં આરસીબી પ્રથમ જીત મેળવવા સફળ રહ્યું છે.

   પાર્થિવ પટેલ 19 રને અશ્વિનનો શિકાર બન્યો હતો. વિરાટે શાનદાર ફોર્મ જારી રાખતા 37 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. અડધી સદી પછી તે વધારે ટકી શક્યો ન હતો અને 67 રને શમીનો શિકાર બન્યો હતો. કોહલી અને ડી વિલિયર્સે 85 રનની ભાગીદારી નોંધાવી હતી. ડી વિલિયર્સ 38 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે 59 રન બનાવી અણનમ રહ્યો હતો. સ્ટોઇનિસે 16 બોલમાં અણનમ 28 રન બનાવ્યા હતા.
   લોકેશ રાહુલ 15 બોલમાં 18 રન બનાવી ચહલની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો હતો. અગ્રવાલને પણ ચહલે આઉટ કર્યો હતો. ગેઈલે બાજી સંભાળતા 28 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 50 રન બનાવ્યા હતા. બીજી તરફ સામે છેડે સરફરાઝ 15 અને કુરેન 1 રને આઉટ થયા હતા. ગેઈલ 64 બોલમાં 10 ફોર અને 5 સિક્સર સાથે 99 રને અણનમ રહ્યો હતો

(12:34 am IST)