Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

મુંબઈ ઈન્ડિયન્સ પર ૪ વિકેટે રાજસ્થાનની જીત

ડીકોકના ૮૧ અને બટલરના શાનદાર ૮૯ રન : શાનદાર બેટીંગ કરનાર બટલર મેન ઓફ દ મેચ ઘોષિત

મુંબઈ, તા. ૧૩ : મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે રમાયેલી આઈપીએલની મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ પર જીત મેળવી હતી. ચાર વિકેટે રાજસ્થાને જીત મેળવી લીધી હતી. રાજસ્થાન રોયલ્સને જીત અપાવવામાં બટલરે ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. બટલર ૮૯ રન કરને આઉટ થયો હતો. બટલરે માર ૪૩ બોલમાં આઠ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. જ્યારે સેમસને ૩૧ રન કર્યા હતા. આ અગાઉ પહેલા બેટીંગ કરતા મુંબઈ ઈન્ડિયને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૭ રન કર્યા હતા. મુંબઈ તરફથી રોહિત શર્માએ ૪૭ અને ડીકોકે ૮૧ રન કર્યા હતા. બાકીના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. શાનદાર બેટીંગ કરવા બદલ બટલરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરાઈ હતી. બટલર હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. સ્મીથ ૧૨ રન કરીને આઉટ થયો હતો તે આજે ફરીવાર નિષ્ફળ રહેતા તેના ચાહકો નિરાશ દેખાયા હતા.

સ્કોરબોર્ડ

મુંબઈ ઈન્ડિયન્સ :

રોહિત

કો.બટલર બો.આર્ચર

૪૭

ડીકોક

કો.બટલર બો.આર્ચર

૮૧

યાદવ

બો.કુલકર્ણી

૧૬

પોલાર્ડ

કો.ગોપાલ બો.આર્ચર

૦૬

પંડ્યા

અણનમ

૨૮

ઈશાંત

કો.બટલર બો.ઉનડકટ

૦૫

કૃણાલ

અણનમ

૦૦

વધારાના

 

૦૪

કુલ

(૨૦ ઓવરમાં ૫ વિકેટ)

૧૮૭

પતન  : ૧-૯૬, ૨-૧૧૭, ૩-૧૩૬, ૪-૧૬૩, ૫-૧૭૫.

બોલિંગ : ગૌતમ : ૩-૦-૩૯-૦, કુલકર્ણી : ૪-૦-૩૮-૧, આર્ચર : ૪-૦-૩૯-૩, ઉનડકટ : ૪-૦-૩૬-૧, ગોપાલ : ૪-૦-૨૧-૦, લીવીંગસ્ટોન : ૧-૦-૧૩-૦.

રાજસ્થાન રોયલ્સ :

રહાણે

કો.યાદવ બો.કૃણાલ

૩૭

બટલર

કો.યાદવ બો.ચહેલ

૮૯

સેમસન

એલબી બો.બુમરાહ

૩૧

સ્મીથ

કો.ઇશાંત બો.બુમરા

૧૨

ત્રિપાઠી

કો.હાર્દિક બો.કૃણાલ

૦૧

લીવીંગસ્ટોન

બો.કૃણાલ

૦૧

ગોપાલ

અણનમ

૧૩

ગૌતમ

અણનમ

૦૦

વધારાના

 

૦૪

કુલ

(૧૯.૩ ઓવરમાં ૬ વિકેટે)

૧૮૮

પતન : ૧-૬૦, ૨-૧૪૭, ૩-૧૭૦, ૪-૧૭૧, ૫-૧૭૪, ૬-૧૭૪.

બોલિંગ : બેહરેનડોર્ક : ૩-૦-૩૧-૦, જોસેફ : ૩-૦-૫૩-૦, ચહેલ : ૪-૦-૩૪-૧, બુમરાહ : ૪-૦-૨૩-૨, કૃણાલ : ૪-૦-૩૪-૩.

(9:39 pm IST)