Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ચેમ્પિયન લીગની સેમિફાઇનલમાં પહોંચી રિયલ મેડ્રિડ

નવી દિલ્હી: ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આખરી મિનિટોમાં મળેલી પેનલ્ટીને ગોલમાં ફેરવતા રિયલ મેડ્રીડે ઈટાલીયન કલબ યુવેન્ટસને કિક આઉટ કરીને ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.ક્વાર્ટર ફાઈનલની ફર્સ્ટ લેગ મેચમાં રિયલે ૩-૦થી યુવેન્ટસને હરાવ્યું હતુ. જોકે ઘરઆંગણે રમતાં રિયલ સામે યુવેન્ટસે જબરજસ્ત પર્ફોમન્સ આપતાં એક તબક્કે ૩-૦થી સરસાઈ મેળવી લેતાં મુકાબલાને બરોબરી પર લાવી દીધો હતો. જોકે આખરી મિનિટોના રોનાલ્ડોના પેનલ્ટી ગોલને પરીણામે રિયલ સેકન્ડ લેગમાં ૧-૩થી હાર્યુ હતુ, પણ બંને મેચનો સ્કોર ભેગો કરતાં રિયલ ૪-૩થી વિજેતા બન્યું હતુ. રિયલ અને યુવેન્ટસના અત્યંત તનાવભર્યા મુકાબલામાં ઈટાલીયન કલબ તરફથી મારિયો મેન્ઝુકીએ બે અને બ્લાઈસ માટૌડીએ એક ગોલ ફટકાર્યો હતો. આખરી મિનિટોમાં રિયલને પેનલ્ટી કીક આપવાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરનારા ઈટાલીના લેજન્ડરી ગોલકિપર બફોનને રેડકાર્ડ દેખાડવામાં આવ્યું હતુ.
 

(5:27 pm IST)