Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

કોટલા મેદાન પર ભારતની હાર : વનડે શ્રેણીને ગુમાવી

ટ્વેન્ટી બાદ હવે વનડે શ્રેણી પણ ગુમાવીઃ વિજય મેળવવા ૨૭૩ રનના લક્ષ્યને પાર પાડવામાં પણ ભારત નિષ્ફળ : અંતિમ ઇલેવનની પસંદગીને લઇ પ્રશ્નો

નવી દિલ્હી, તા. ૧૩: દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર આજે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર જીત મેળવી હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ ટ્વેન્ટી શ્રેણી બાદ વનડે શ્રેણી પણ જીતી લીધી હતી. જીતવા માટેના ૨૭૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટમ લક્ષ્યાંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. આની સાથે જ વનડે શ્રેણી ગુમાવી દીધી હતી.  ભારતીય ટીમ જીતવા માટેના લક્ષ્યાંકનો પીછો કરતા ૫૦મી ઓવરના છેલ્લા બોલે ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમે ૨૩૭ રન કર્યા હતા. તેની હાર થઇ હતી. ભારત તરફથી સૌથી વધારે રોહિત શર્માએ ૫૬ રન કર્યા હતા. ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ આજે ૪૬ રન બનાવ્યા ત્યારે ૮૦૦૦ રન પુરા કરી લીધા હતા. ૮૦૦૦ રન પૂર્ણ કરનાર તે વિરાટ કોહલી, સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, રાહુલ દ્રવિડ, સહેવાગ, યુવરાજ અને અઝહરુદ્દીનની ક્લબમાં જોડાઈ ગયો હતો. ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ જીત મેળવી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે ૩૫૮ રન કર્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાએ છ વિકેટ ગુમાવીને ૩૫૯ રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. હેન્ડસકોમ્બે ૧૧૭, ખ્વાજાએ ૯૧ રન કર્યા હતા.ટર્નરે અણનમ ૮૪ રન કર્યા હતા. આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ નૈતિક જીત પણ મેળવી હતી.  શરૃઆતની બંને મેચો જીતી લીધા બાદ ભારતીય ટીમ શ્રેણીમાં ૨-૦ની  લીડ મેળવી હતી. જો કે ત્યારબાદ ઓસ્ટ્રલિયાએ જોરદાર વાપસી કરીને બાકીની બંને મેચો જીતી લીધી હતી અને આજે પાંચમી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ વનડે શ્રેણી પણ જીતી લીધી હતી.  મેક્સવેલના શાનદાર દેખાવના લીધે જ ઓસ્ટ્રેલિયાએ ટ્વેન્ટી શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. બંને મેચોમાં મેક્સવેલ છવાયેલો રહ્યો હતો.

સ્કોરબોર્ડ : દિલ્હી: ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :

ખ્વાજા

કો. કોહલી બો. ભુવનેશ્વર

૧૦૦

ફિન્ચ

બો. જાડેજા

૨૭

હેન્ડ્સકોંબ

કો. પંત બો. સામી

૫૨

મેક્સવેલ

કો. કોહલી બો. જાડેજા

૦૧

સ્ટેનોઇસ

બો. ભુવનેશ્વર

૨૦

ટર્નર

કો. જાડેજા બો. કુલદીપ

૨૦

કેરી

કો. પંત બો. સામી

૦૩

રિચર્ડસન

રનઆઉટ

૨૯

કમિન્સ

કો. એન્ડ બો. ભુવનેશ્વર

૧૫

લિયોન

અણનમ

૦૧

વધારાના

 

૦૪

કુલ

(૫૦ ઓવરમાં ૯ વિકેટે)

૨૭૨

બોલિંગ : કુમાર : ૧૦-૦-૪૮-૩, સામી  ૯-૦-૫૭-૨, બુમરાહ : ૧૦-૦-૩૯-૦, કુલદીપ, ૧૦-૦-૭૪-૧, જાડેજા : ૧૦-૦-૪૫-૨, જાધવ : ૧-૦-૮-૦

ભારત ઇનિંગ્સ :

રોહિત

સ્ટ. કેરી બો. ઝંપા

૫૬

ધવન

કો. કેરી બો. કમિન્સ

૧૨

કોહલી

કો. કેરી બો. સ્ટેનોઇસ

૨૦

પંત

કો. ટર્નર બો. લિયોન

૧૬

શંકર

કો. ખ્વાજા બો. ઝંપા

૧૬

કેદાર

કો. મેક્સવેલ બો. રિચર્ડસન

૪૪

જાડેજા

સ્ટ. કેરી બો. ઝંપા

૦૦

ભુવનેશ્વર

કો. ફિન્ચ બો. કમિન્સ

૪૬

સામી

કો. એન્ડ બો. રિચર્ડસન

૦૩

કુલદીપ

બો. સ્ટેનોઇસ

૦૮

બુમરાહ

અણનમ

૦૧

વધારાના

 

૧૫

કુલ

(૫૦ ઓવરમાં આઉટ)

૨૩૭

બોલિંગ : કમિન્સ : ૧૦-૧-૩૮-૨, રિચર્ડસન : ૧૦-૦-૪૭-૨, સ્ટેનોઇસ : ૪-૦-૩૧-૨, લિયોન : ૧૦-૧-૩૪-૧, ઝંપા : ૧૦-૧-૪૬-૩, મેક્સવેલ : ૬-૦-૩૪-૦

(9:34 pm IST)