Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સ્પેનિશ ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની માનસી જોશી મેળવ્યો ગોલ્ડ મેડલ

નવી દિલ્હી:ભારતની માનસી જોશીએ સ્પેનિશ ઇન્ટરનેશનલ પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટની અલગ-અલગ કેટેગરીમાં ૩ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો છે. માનસી જોશીએ વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં થાઇલેન્ડની ડેરૃની હેનપ્રિવાનને ૧૨-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૯થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી તેણે ડબલ્સમાં સિલ્વર અને મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. સોફ્ટવેર એન્જિનિયર માનસીએ ૨૦૧૧માં અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો.
 

(5:23 pm IST)