Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ડોમેસ્ટિક ક્રિકેટરોની ફી વધારે બીસીસીઆઈ: ગાંગુલી

નવી દિલ્હી: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ડોમેસ્ટિક ક્રિકેટરોની ફી વધારવા માટે બીસીસીઆઈને અનુરોધ કર્યો છે. તાજેતરમાં ડોમેસ્ટિક ક્રિકેટરોની ફી વધારવા અંગે ગાંગુલીએ કહ્યું કે, રાહુલ જોહરી અને બોર્ડ દ્વારા સરાહનીય પગલું ભર્યું છે. 
મેં તેમને કહ્યું હતું કે, ફર્સ્ટ ક્લાસ ખેલાડીઓની ફી વધારવા છેલ્લા દોઢ વર્ષથી પ્રયાસ કરી રહ્યો હતો. હું હજુ પણ રાહુલ જોહરીને નિવેદન કરીશ કે, તેમાં હજુ થોડો વધારો કરવામાં આવે કારણ કે, તેઓ ફર્સ્ટ ક્લાસ ખેલાડી અને તેમાં મોટે ભાગે અજિંક્ય રહાણે અને વિરાટ કોહલી બની શકતા નથી. 
ઉલ્લેખનીય છે કે, ડોમેસ્ટિક ક્રિકેટરોની ફી પ્રતિ મેચ દસ હજારથી રૃપિયાથી વધારી ૩૫ હજાર રૃપિયા પ્રતિ મેચ કરી દેવાઈ છે. ગાંગુલીએ કહ્યું કે, સમય બદલાયો છે જેને કારણે નોકરી મળવી આસાન નથી. હું જોહરીને જ્યારે મળીશ ત્યારે સેલરી વધારવાનો મુદ્દો ઉઠાવીશ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમતા ખેલાડીઓ માટે વેતનમાં વધારો થાય તેવા પ્રયાસ કરીશ.

(5:20 pm IST)