Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સ્પેનના સોલેરે જીત્યો પેરિસ-નીસ રોડ સાઇક્લિંગનો ખિતાબ

નવી દિલ્હી: સ્પેનના સાઇકલ ચાલક માર્ક સોલેરે પેરિસ-નિસ રોડ સાઇક્લિંગનો ખિતાબ જીતી લીધો છે. જયારે તેના હમવતન ડેવિડ દે લા ક્રુઝે અંતિમ અને આઠમા રાઉન્ડમાં પોતાનું નામ બનાવ્યું છે. મળતી માહિત અનુસાર ક્રૂજે 100 કિલોમીટરના અંતિમ રાઉન્ડમાં બે કલાક, 53 મિનિટ અને છ સેકેન્ડનો સમય લીધો હતો.

ઓવરઓલ ચેમ્પિયન સોલેરે અંતિમ દિવસે ત્રીજા સ્થાન પર રહ્યો પણ તેને 30 કલાક, 22 મિનિટ અને 41 સેકેન્ડનો કુલ સમય લઈને ખિતાબ પોતાના નામે કર્યો છે. અંતમાં બ્રિટેનના સિમોન યેટર્સ બીજું સ્થાન મેળવ્યું હતું. તે સોલર કરતા 4 સેકન્ડ પાછળ હતો. સ્પેનના ગોરાં ઈજાગીરે ત્રીજું સથન મેળવ્યું છે. સિમોન કરતા 14 સેકન્ડ પાછળ હતો.

(5:18 pm IST)