Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ક્રિકેટના સુપરપાવર બનવા શ્રીલંકા ૪૮ લાખના ખર્ચે કરશે નવા સોફટવેરનો ઉપયોગ

આવતા વર્ષે યોજાનારા વર્લ્ડકપ માટે ખેલાડીઓને તૈયાર કરવા શ્રીલંકા ક્રિકેટ બોર્ડ નવા સોફટવેરનો ઉપયોગ કરશે. આ સોફટવેરનો ઉપયોગ ફૂટબોલ કલબ બાર્સેલોના દ્વારા કરવામાં આવ્યો હતો. એના ઈજાગ્રસ્ત ખેલાડીઓને કઈ રીતે તાલીમ આપીને તૈયાર રાખવા એના પર ધ્યાન આપવામાં આવ્યુ છે. શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે આ સોફટવેર માટે ૭૫,૦૦૦ ડોલર એટલે અંદાજે ૪૮ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

(3:40 pm IST)