Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

બુમરાહ જયારે બોલિંગ કરવા આવે ત્યારે ખતરો લઈને આવે છેઃ કેન વિલિયમસન

બુમી દરેક ફોર્મેટમાં વર્લ્ડ કલાસ બોલર, જો કે વન-ડે સિરીઝમાં તેને એકપણ વિકેટ મળી ન હતી

માઉન્ટ મોઉનગાનુઈઃ કેન વિલિયમસનનું કહેવું છે કે જસપ્રીત બુમરાહ જયારે પણ બોલિંગ કરવા માટે આવે છે ત્યારે તેમના માટે ભય ઊભો થાય છે. ઈજામાંથી રિકવર થયા બાદ બુમરાહે ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ સિરીઝથી કમબેક કર્યું હતું. ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં ધાકડ બોલર જસપ્રીત બુમરાહને એકપણ વિકેટ મળી નહોતી.

જો કે વિરોધી ટીમના કેપ્ટન કેન વિલિયમસને બુમરાહને ટેકો આપ્યો છે. આ વિશે વાત કરતાં વિલિયમસને કહ્યું કે 'આપણે જાણીએ છીએ કે બુમરાહ દરેક ફોર્મેટમાં વર્લ્ડ કલાસ બોલર છે. તેના હાથમાં જયારે બોલ હોય ત્યારે તે કોઈના પણ માટે ખતરો બનીને આવે છે. લાંબા સમય બાદ તે ફરી ગેમમાં આવ્યો છે. મેં જે જોયું છે એ પ્રમાણે તે ઘણી સારી બોલિંગ કરે છે.'

(4:07 pm IST)