Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ટેનિસ પ્લેયર પ્રજ્નેશ ગુણેશ્વરને એટીપી મેન્સ સિંગલ્સ રેન્કિંગમાં ટોપ-100માં

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયના સાતત્યપૂર્ણ પ્રદર્શનને પગલે ભારતના ઉભરતા ટેનિસ પ્લેયર પ્રજ્નેશ ગુણેશ્વરને એટીપી મેન્સ સિંગલ્સ રેન્કિંગના ટોચના ૧૦૦ પ્લેયર્સમાં સ્થાન હાંસલ કરવાની સિદ્ધિ મેળવી છે. પ્રજ્નેશ આ સિદ્ધિ હાંસલ કરનારો ભારતીય ટેનિસ ઈતિહાસનો માત્ર છઠ્ઠો પ્લેયર છે. અગાઉ વિજય અમૃતરાજ, રમેશ કૃષ્ણન, લિએન્ડર પેસ, સોમદેવ દેવવર્મન, યુકી ભાંબરી આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. ૨૯ વર્ષીય પ્રજ્નેશના રેન્કિંગમાં ૬ સ્થાનનો સુધારો થતાં તે ૯૭માં ક્રમે આવી ગયો છે. ડાબોડી પ્લેયર પ્રજ્નેશ માટે ૨૦૧૮ની સિઝન શાનદાર રહી હતી અને આ વર્ષના પ્રારંભે એટીપી ચેન્નાઇ ચેલેન્જરની સેમિફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. પ્રજ્નેશ હવે ટોચના ૧૦૦માં સ્થાન જાળવી રાખશે તો તેને ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમમાં સીધા પ્રવેશની તક રહેશે. મેન્સ સિંગલ્સમાં ભારતના અન્ય પ્લેયર્સમાંથી રામકુમાર રામનાથન ૧૨૮માં, યુકી ભાંબરી ૧૫૬માં ક્રમે છે. ડબલ્યુટીએ વિમેન્સ સિંગલ્સ રેન્કિંગમાં  ગુજરાતની અંકિતા રૈના ૧૬૫માં ક્રમ સાથે ભારતની નંબર-૧ પ્લેયર તરીકે બરકરાર છે.

 

(4:48 pm IST)