Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની અન્ડર-23 વર્ગની આ લીગમાં ભારતીય ક્રિકેટ જગતના આ ક્રિકેટરના પુત્રને મળ્યું સ્થાન

નવી દિલ્હી: ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને જ્યારથી ક્રિકેટ જગતમાં એન્ટ્રી કરી છે, ત્યારથી તે ચર્ચામાં રહ્યો છે. જેમા અભિનેતા કે અભિનેત્રીના પુત્ર-પુત્રી ફિલ્મ જગતમાં કિસ્મત અજમાવે છે. તેમજ નેતાઓના બાળકો પણ તેમની કારકીર્દી રાજકારણમાં બનાવવા ઇચ્છે છે. તેમ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર પણ ક્રિકેટ જગતમાં સક્રીય થઇ ગયા છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)આઈપીએલની જેમ હવે વનડે લીગ પણ શરૂ કરી છે. અન્ડર-23 વર્ગની લીગ બુધવાર (13 ફેબ્રુઆરી)થી શરૂ થઈ રહી છે. તેના ઘણા ખેલાડીઓ ચર્ચામાં છે. તેમાંથી પ્રથમ નામ અર્જુન તેંડુલકરનું છે. તે પણ લીગમાં રમશે. અર્જુન મીડિયર પેસર બોલર છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુને જ્યારથી ક્રિકેટની દુનિયામાં પગ મુક્યો છે, ત્યારથી તે ચર્ચામાં છે. ફાસ્ટ બોલિંગ કરનાર અર્જુન પહેલા ભારતની અન્ડર-19 ટીમ માટે પણ રમી ચુક્યો છે. હવે જયપુરમાં શરૂ થતી વનડે લીગ માટે મુંબઈની અન્ડર-23 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.જય બિષ્ટની આગેવાનીવાળી ટીમમાં અર્જુનને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અર્જુનને ડીવાઈ પાટિલ ટી20 કપ અને આરએફએસ તાલ્યરખાન મેમોરિયલ ઇનવિટેશન ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરવાનું ઈનામ મળ્યું છે. 19 વર્ષના ઓલરાઉન્ડર અર્જુને તાલ્યરખાન મેમોરિયલમાં 18 અને 20મી ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા. તેણે યશસ્વી જયસવાલની વિકેટ પણ ઝડપી હતી. તેણે પ્રેક્ટિસ મેચોમાં પણ સારી બોલિંગ કરી અને દરેક મેચમાં બે-બે વિકેટ ઝડપી હતી.

 

(4:48 pm IST)