Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રાંચીના JSCA સ્ટેડિયમના એક પેવેલિયનનું નામ મહેન્દ્ર સિંહ ધોની

નવી દિલ્હી: ભારતમાં માર્ગ, ચાર રસ્તા તેમજ સરકારી ઇમારતોના નામ કરણનું આગવું મહત્વ છે. દેશમાં જે તે માર્ગ કે સરકારી ઇમારતના નામકરણમાં જે તે રસ્તા કે ઇમારત સાથે જોડાયેલ વ્યક્તિનું નામ આપવામાં આવે છે. જેમ મુંબઈના વાનખેડે સ્ટિડયમના બે સ્ટેન્ડ્સનું નામ સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરના નામ પર છે. દિલ્હીના કોટલા મેદાનના એક ગેટનું નામ કરણ વીરેન્દ્ર સહેવાગના નામ પર કરવામાં આવ્યું છે. એજ રીતે રાંચીના JSCA સ્ટેડિયમના એક પેવેલિયનનું નામ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના નામ પર હશે. ધોનીનું નામ મળવાથી જાહેર છે કે હવે રાંચીના ક્રિકેટ ફેન્સ પર JSCA સ્ટેડિયમના સાઉથ પેવેલિયનનો ક્રેઝ વધુ જોવા મળશે. તેની ટિકિટ માટે પણ લાઇન લાગી શકે છે. સાઉથ પેવેલિયનનું નામ ધોનીના નામ પર પડ્યું તો સ્ટેડિયમના નોર્થ પેવેલિયનનું નામ JSCAના પૂર્વ અધ્યક્ષ અમિતાભ ચૌધરીના નામથી ઓળખવામાં આવશે.

(4:47 pm IST)