Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અમિત ભંડારી પર હુમલો કરનાર પર મુકાશે આજીવન પ્રતિબંધ

સિનિયર સિલેકશન કમિટીના અધ્યક્ષ અમિત ભંડારી પર અન્ડર-ર૩ની ટીમમાં પસંદ ન થતાં નારાજ થયેલા અનુજ ડેઢા અને એના સાથીઓએ હુમલો કર્યો હતો. અનુજ ડેઢા અને અન્ય ૧૫ જેટલા લોકોએ હોકી-સ્ટિક અને લોખંડના સળિયાથી આ હુમલો કર્યો હતો. દિલ્હી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું હતું કે અનુજ ડેઢાની સજા નક્કી કરવા માટે આજે બેઠક થશે. તેના પર આજીવન પ્રતિબંધ લગાવવાની ઔપચારિકતા પૂરી કરવામાં આવશે.(૩૭.૯)

(3:41 pm IST)