Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યાના ૧૬ દિવસ બાદ કોચથી અલગ થઈ જાપાનની નાઓમી ઓસાકા

આભાર નાઓમી, હું હંમેશા તારી પાસે શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખીશ

ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યાના ૧૬ દિવસ બાદ જ કોચ સાશા બાઇન સાથે અલગ થયાની ઘોષણા નંબર વન ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ કરી હતી.

૨૧ વર્ષની જપાનની ખેલાડીએ કહ્યું હતું કે હું હવે સાશા સાથે કામ નથી કરી રહી. હું તેમણે આપેલા યોગદાન માટે આભાર માનું છું અને તેમના સારા ભવિષ્યની કામના કરું છું.

બન્નેએ અલગ થવાનું કોઈ કારણ જણાવ્યું નહોતું. બાઇને પણ કહ્યું હતું કે આભાર નાઓમી. હું હંમેશાં તારી પાસે શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખીશ. આપણી યાત્રા શાનદાર રહી. મને આ યાત્રાનો ભાગ બનાવવા બદલ આભાર.

જર્મનીનો બાઇન છેલ્લા ૧૩ મહિનાથી નાઓમીનો કોચ રહ્યો હતો જે દરમ્યાન નાઓમી યુએસ ઓપને અને ઓસ્ટ્રેલિયન ઓપન જીતી છે. સતત બે ગ્રેન્ડ સ્લેમ જીતવાને કારણે તે રેન્કિંગમાં પણ ટોચ પર પહોંચી છે.(૩૭.૯)

(3:37 pm IST)