Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

એકિસડન્ટની અફવાથી રૈના પરેશાન

ઈશ્વરની કૃપાથી હું એકદમ સ્વસ્થ છું : સોશ્યલ મીડીયા દ્વારા કાર અકસ્માતની વાતોને આપ્યો રદીયો

ભારતીય ટીમમાં વાપસીનો પ્રયાસ કરી રહેલો સુરેશ રૈના અત્યારે એક કારણથી પરેશાન છે. તેની પરેશાનીનું કારણ ફિટનેસ નથી, પરંતુ યુટ્યુબ પર કેટલાક લોકોએ એક વિડિયો શેર કર્યો છે, જેમાં તેનું રોડ-અકસ્માતમાં નિધન થયાની વાત કહી છે. આ અફવાને કારણે પરેશાન રેનાએ ટ્વીટ કરીને પોતાના સમર્થકોને આવી અફવાને ન ગણકારવા કહ્યું હતું.

રૈનાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી મારા કાર-અકસ્માતની ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે, જેને કારણે મારો પરિવાર અને મિત્રો પરેશાન છે. તમને બધાને વિનંતી છે કે આ પ્રકારના સમાચારોને સાચા ન માનો. ઈશ્વરની કૃપાથી હું એકદમ સ્વસ્થ છું.

રેના અત્યારે ભારતીય ટીમમાંથી બહાર છે, પરંતુ ઉત્ત્।ર પ્રદેશની રણજી ટીમમાંથી રમી રહ્યો છે. તે છેલ્લી મેચ ડિસેમ્બરમાં ઝારખંડ સામે રમ્યો હતો. આ મેચમાં તેણે ૭૫ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

(3:42 pm IST)