Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

રોડ્રિગ્સ અને મંધાના ટી૨૦ રેન્કિંગમાં પહોંચી બીજા અને છઠ્ઠા ક્રમાંક પર

ન્યુ ઝીલેન્ડ સામે ટી૨૦ સિરીઝ ભારતીય મહિલા ટીમ ભલે ૩-૦થી હારી ગઈ હોય, પરંતુ બેટ્સવિમેન જેમાઇમા રોડ્રિગ્સ અને સ્મૃતિ મંધાનાને આઈસીસી ટી૨૦ રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. ન્યુ ઝીલેન્ડ સામેની મેચમાં કુલ ૧૩૨ રન કરનાર જેમાઇમા ચાર ક્રમાંક આગળ વધીને બીજા ક્રમાંક પર તો ગયા સપ્તાહે જ વન-ડેમાં ટોચનું રેન્કિંગ મેળવનાર સ્મૃતિ મંધાના ચાર ક્રમાંક આગળ વધીને છઠ્ઠા ક્રમાંક પર પહોંચી છે. સ્ટાઇલિસ્ટ લેફ્ટી બેટ્સવુમન મંધાનાએ બે સેન્ચુરી સહિત કુલ ૧૮૦ રન કર્યા હતા જેમાં છેલ્લી મેચમાં ૮૬ રન કર્યા હતા. આ મેચ ભારતીય ટીમ બે રનથી હારી ગઈ હતી. આ સિરીઝમાં ૧૩૩ રન કરનાર ન્યુ ઝીલેન્ડની સોફી ડિવાઇન ૧૧માંથી આઠમા ક્રમાંક પર પહોંચી ગઈ હતી. બોલરોના રેન્કિંગમાં રાધા યાદવ ૧૮ ક્રમાંક આગળ વધીને ૧૦મા ક્રમાંક પર પહોંચી ગઈ હતી. ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં વેસ્ટ ઇન્ડીઝની ડિયાન્ડ્રા ડોટિન પહેલા ક્રમાંક પર છે.(૩૭.૯)

(3:35 pm IST)