Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પાંચમી વનડેમાં ભારતનો 73 રને સાઉથ આફ્રિકા સામે શાનદાર વિજય ;પહેલીવાર આફ્રિકાની ધરતીમાં ભારત શ્રેણી જીત્યું

 

   ફોટો તા; 14 one day

પોર્ટ એલિઝાબેથ ;ભારતીય ક્રિકેટ ટીમે આજે પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી પાંચમી વનડેમાં સાઉથ આફ્રિકાની ટીમને 73 રને હરાવ્યું છે ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 6 મેચોની વનડે સીરીઝની પાંચમી મેચ આજે  પોર્ટ એલિઝાબેથમાં રમાઇ રહી હતી. જેમાં ભારત 73 રને સાઉથ આેફ્રિકા સામે શાનદાર વિજય મેળવ્યો છે ભારત પ્રથમ વખત આફ્રિકાની ધરતી પર સિરિઝ જીત્યું છે. મેચની સિરીઝમાં ભારત પ્રથમ ત્રણ મેચ જીતી ચૂક્યું હતું બાદમાં ચોથા વનડેમાં ભારતનો પરાજય થયો હતો આજે રમાયેલ પાંચમા વનડેમાં ભારતે વિજય મેળવી સિરીઝ કબ્જે કરી છે

(12:47 am IST)
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • આલેલે!! વસુંધરાએ બોલેલું ફેરવી તોળ્યુ!! : ''અભી બોલો અભી ફોક'' : ગઈકાલે બજેટમાં ખેડૂતોના ૮ હજાર કરોડના દેવા માફ કરવાની જોગવાઈનો અમલ થશે જ તેવી કોઈ ગેરંટી નથી : જુદી જુદી જોગવાઈઓના સંપૂર્ણ અમલમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજેની પીછેહટ access_time 4:16 pm IST

  • ૨૦મીએ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદનો હલ લાવવા મક્કમતાથી બેસશે access_time 12:37 pm IST