Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ફેડ કપમાં રમીને સેરેના વિલિયમ્સ કરશે ટેનીસકોર્ટમાં પુનરાગમન

નવી દિલ્હી:અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે  નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં -, -૩થી પરાજય થયો હતો. માતા બન્યાના પાંચ મહિના પુનરાગમન કરનારી સેરેનાએ જણાવ્યું હતું કે, 'પરાજય થવા છતાં મને મારા દેખાવથી સંતોષ છે. ફોર્મ અને ફિટનેસની રીતે હવે હું ટ્રેકમાં છું. ' સેરેના વિલિયમ્સ ૨૩ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી ચૂકી છે.

(4:55 pm IST)
  • અમેરિકાની પૂર્વ ટોચની ક્રમાંકિત સેરેના વિલિયમ્સે નેધરલેન્ડ્સ સામે ફેડ કપમાં રમીને એક વર્ષ બાદ સ્પર્ધાત્મક ટેનિસમાં પુનરાગમન કર્યું છે. જોકે, સેરેના અને તેની બહેન વિનસની જોડીનો વિમેન્સ ડબલ્સની મેચમાં ૬-૨, ૬-૩થી પરાજય થયો હતો. access_time 4:03 pm IST

  • મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ સાથે બરફના કરા વરસ્યા : વીજળી ત્રાટકતા ૪ના મોત, ૭ ઘાયલ : ભોપાલ - ગ્વાલિયર - નરસિંહપુર, ડબરાભીંડ અને ઓચ્છામાં વરસાદઃ ભારે વરસાદ સાથે બરફના કરાનો વરસાદઃ ખેડૂતો ભારે ચિંતામાં access_time 12:36 pm IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST