Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

દક્ષિણ આફ્રિકાએ જીત્યું ટોસ: ભારત કરશે પહેલા બેટિંગ

નવી દિલ્હી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમનાર પાંચમી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ પાંચમી વનડે મેચ જીતીને આ સિરીઝ પોતાના નામે કરવા માંગે છે. જયારે બીજી તરફ પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની 10 હજાર રન પુરા કરી શકે છે. ધોની અત્યાર સુધી 9953 રન બનાવ્યા છે.

(4:54 pm IST)