Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ટોમસ બર્ડિચે ડેવિસ કપથી લીધો સન્યાસ

નવી દિલ્હી: ચેક ગણરાજ્યના ટેનિસ ખેલાડી ટોમસ બર્ડિચે પોતાના પેશેવર કેરિયરનેaagad વધારવાં માટે ડેવિસ કપમાંથી સન્યાસ લઇ લીધો છે. મળતી માહિતી અનુસાર 32 વર્ષીય બર્ડિચે કહ્યું કે ઉંમરના આ પડાવ પર આરામ કર્યો અનિવાર્ય છે અને જો આરામ કરવામાં ન આવે તો આગળ વધારે રમી પણ ન શકાય. બર્ડિચે 2003થી 2013 સુધી સતત ચેક ગણરાજ્ય માટે ડેવિસ કપમાં ભાગ લીધો હતો. 2012 અને 2013માં ચેક ગણરાજ્યને ડેવિસ કપ પણ અપાવ્યો હતો. તેને અંતિમ ડેવિસ કપ મેચ 2016માં જર્મની ખાતે રમી હતી.

(4:54 pm IST)
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST

  • કચ્છના દરિયામાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝબ્બેઃ ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાનના ૭ માછીમારો સાથે અલ હિલાલ નામની પાકિસ્તાની બોટ કોસ્ટગાર્ડે લીધી છે access_time 3:42 pm IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST