Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

બુમરાહ બન્યો બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર

ભારતીય ક્રિકેટ બોર્ડે એનાયત કર્યા વાર્ષિક એવોર્ડ્સ : ક્રિષ્નમાચારી શ્રીકાંત અને અંજુમ ચોપડાને મળ્યા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

મુંબઈઃ  ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પોતાના શાનદાર પર્ફોર્મન્સ માટે ઘણી નામના મેળવી ચૂકયો છે અને તેના ધમાકેદાર પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડ તેને ઇન્ટરનેશનલ બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો પોલી ઉમરીંગર અવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

વર્ષ ર૦૧૮-૧૯માં શાનદાર પર્ફોર્મન્સ કરવા બદલ બુમરાહને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ મેચમાં પાંચ- પાંચ વિકેટ લેવાનો કીર્તિમાન સજર્યો હતો અને આવું કરનારા તે એશિયાનો પહેલો બોલર બન્યો હતો. મહિલાઓમાં આ અવોર્ડ માટે પૂનમ યાદવ પર પસંદગી ઉતારવામાં આવી હતી. આ ઉપરાંત ક્રિષ્ખમાચારી શ્રીકાંતને પુરુષ વર્ગમાં અને અંજુમ ચોપડાને મહિલા વર્ગમાં લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડ એનાયત કરાયો હતો.(૩૭.૮)

કોને કયો એવોર્ડ?

 

પ્લેયર

અવોર્ડ

ક્રિષ્નમાચારી શ્રીકાંત

કર્નલ સી.કે. નાયડુ લાઈફ ટાઈમ

 

અચીવમેન્ટ અવોર્ડ

અંજુમ ચોપડા

બીસીસીઆઈ લાઈફ ટાઈમ અચીવમેન્ટ

 

અવોર્ડ ફોર વુમન

દિલીપ દોશી

બીસીસીઆઈ સ્પેશ્યલ અવોર્ડ

ચેતેશ્વર પૂજારા

દિલીપ સરદેસાઈ અવોર્ડ (ર૦૧૮-૧૯માં

 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવા માટે)

જસપ્રીત બુમરાહ

દિલીપ સરદેસાઈ અવોર્ડ (૨૦૧૮-૧૯માં

 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવા માટે)

સ્મૃતિ મંધાના

ર૦૧૮-૧૯માં વુમન્સ વન-ડેમાં સૌથી વધારે

 

રન બનાવવા માટે

ઝૂલન ગોસ્વામી

૨૦૧૮-૧૯માં વુમન્સ વન-ડેમાં સૌથી

 

વધારે વિકેટ લેવા માટે

જસપ્રીત બુમરાહ

પોલી ઉમરીગર અવોર્ડ

પૂનમ યાદવ

પોલી ઉમરીગર અવોર્ડ

મયંક અગરવાલ

બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ - મેલ

શેફાલી વર્મા

બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યુ - ફીમેલ

(3:38 pm IST)