Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

રોહિત શર્મા અને મોહમ્મદ શમી વાપસી : સંજુ સેમસનને બહાર કરાયા

મુંબઈ : ન્યુઝીલેન્ડ  સામે ૫ ટી-૨૦ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટી-૨૦ ટીમમાં સંજુ સેમસનને બહાર કરી દેવામાં આવ્યા છે.તેની સાથે-સાથે શિખર ધવન પણ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યાને ભારતીય ટી-૨૦ માં સામેલ કરવામાં આવ્યા નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સમાચાર આવ્યા હતા ક,એ હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હતા જેના કારણે તેમને ઇન્ડિયા એ ટીમથી બહાર કરી દેવામાં આવ્યા હતા. અંતમાં પસંદગીકર્તાઓએ અનફીટ હાર્દિક પંડ્યાને ન્યુઝીલેન્ડ નહીં લેવાનો જવા નિર્ણય કર્યો છે.

ભારતીય ટી-૨૦ માં કૃણાલ પંડ્યા અને સૂર્ય કુમાર યાદવને નજર અંદાજ કરવામાં આવ્યા છે. જ્યારે રોહિત શર્મા અને મોહમ્મદ શમી શ્રીલંકા સામેની ટી-૨૦ સીરીઝમાં રેસ્ટ બાદ ટી-૨૦ ટીમમાં વાપસી થઈ છે. ન્યુઝીલેન્ડ સામે ટી-૨૦ સીરીઝમાં વિકલ્પ વિકેટકીપરની ભૂમિકા લોકેશ રાહુલ નિભાવતા જોવા મળવાના છે.

ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમ આ પ્રકાર છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજ્વેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર 

(11:08 am IST)
  • ઈરાનમાં સરકાર વિરુદ્ધ દેખાવકારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સામે ડોનાલ્ડ ટ્રમ્પએ આપી ચેતવણી : ટ્રમ્પએ ટ્વીટ કરીને કહ્યું ઇરાનના નેતાઓ માટે-પોતાના જ દેશના વિરોધી દેખાવકારોને ન મારશો : યુએસના વિદેશ સચિવ માર્ક એસ્પરએ કહ્યું કે ટ્રમ્પ ઈરાન સાથે બિનશરતી વાટાઘાટો કરવા માટે તૈયાર છે access_time 12:51 am IST

  • ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં : વર્લ્ડકપ ટી-૨૦ માટે ઈન્ડિયન વુમન્સ ટીમની થઈ જાહેરાત : ટીમમાં રીચા ઘોષ એકમાત્ર નવો ચહેરો : ૨૧ ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ખોલશે યુદ્ધનો મોરચો access_time 3:37 pm IST

  • સેરેના જીતી ઓકલેન્ડ કલાસીકની ફાઇનલ મેચ : પ્રાઈઝ મની ઓસ્ટ્રેલિયાની આગમાં અસરગ્રસ્તો માટે દાન કરી access_time 3:36 pm IST