Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

10 વર્ષનો શૂટર અભિનવ શાવ ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સમાં સૌથી નાની ઉંમરનો ગોલ્ડ મેડાલીસ્ટ બન્યો

પુણેઃ  શૂટર અભિનવ શાવ ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સમાં સૌથી નાની ઉંમરનો ગોલ્ડ મિડાલિસ્ટ બન્યો હતો જેણે મેહુલી ઘોષની સાથે 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં પશ્ચિમ બંગાળને જીત અપાવી હતી. આસનસોલના 10 વર્ષના અભિનવે ફાઇનલમાં સારૂ પ્રદર્શન કર્યું અને મેહુલીએ પણ બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. 

  છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહેલા અભિનવે પોતાની ક્ષમતાનો પરિચય આપતા ક્વોલિફિકેશન બાદ ફાઇનલમાં પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પશ્ચિમ બંગાળની ટીમે 501.7 પોઈ્ટ મેળવ્યા જ્યારે બીજા સ્થાન પર રાજસ્થાનના તેનાથી 5.7 પોઈન્ટ ઓછા રહ્યાં હતા. 

    જૂનિયર ફાઇનલમાં બંગાળની ટીમના 498.2 પોઈન્ટ અને તિરૂવનંતપુરમે યૂથ ફાઇનલમાં 498.8 પોઈન્ટ મેળવ્યા હતા. આ પહેલા મેહુલીએ જૂનિયર 10 મીટર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. 

કોચ જયદીપ કર્મકારના માર્ગદર્શનમાં શૂટિંગ શીખી રહેલા અભિનવે જીત બાદ મેહુલીની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, અમે નેશનલમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. મેં ફાઇનલ પહેલા અભિનવને પૂછ્યું હતું કે, તે મિક્સ્ડ ટીમ ઈવેન્ટના નિયમો જાણે છે.

(11:54 pm IST)