Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ૧૯૦૫થી દર વર્ષે રમાય છે

જાન્યુઆરીના પ્રથમ ત્રણ સપ્તાહમાં આયોજન : ઓસ્ટ્રેલિયન ઓપનમાં હજુ સુધી પુરુષ વર્ગમાં ઇમર્સન મહિલા વર્ગમાં માર્ગરેટ કોર્ટે સૌથી વધારે ટ્રોફી જીતી છે

મેલબોર્ન,તા.૧૩ : ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ ચાર ગ્રાન્ડસ્લેમ પૈકીની એક સ્પર્ધા છે. ઓસ્ટ્રેલિયન ઓપન દર વર્ષે મેલબોર્નમાં જાન્યુઆરીના પ્રથમ બે પખવાડિયામાં યોજાય છે. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ, મહિલા સિંગલ્સની સ્પર્ધા, મિક્સ ડબલ્સની સ્પર્ધા, જુનિયર ચેમ્પિયનશીપ, વ્હીલચેર, પૂર્વ ખેલાડીઓની સ્પર્ધા યોજાય છે. ૧૯૮૮ પહેલા આ સ્પર્ધા ગ્રાસકોટ ઉપર રમાતી હતી પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. ૧૯૮૮ બાદ મેલબોર્ન પાર્કમાં બે પ્રકારની હાર્ડ કોટ સરફેસનો ઉપયોગ કરવામાં આવે છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે પ્રકારના ક્વોટ બનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો ઇતિહાસ ખૂબ શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલયન ઓપનમાં સૌથી વધારે ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ રોય ઇમર્સને મેળવ્યો છે. ઇમર્સને છ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી છે. મહિલા વર્ગમાં આ રેકોર્ડ માર્ગારેટ કોર્ટના નામે છે. માર્ગારેટ કોર્ટે ૧૧ વખત સિંગલ્સ સ્પર્ધા જીતી હતી.

ઓસ્ટ્રેલિયન ઓપન

સ્થાપના

૧૯૦૫

લોકેશન

મેલબોર્ન

સ્થળ

મેલબોર્ન પાર્ક

સરફેસ

રિબાઉન્ડ , પ્લેક્સી કસીન,

ઇનામી રકમ

૫૦૦૦૦૦૦૦ ડૉલર

પુરુષોનો ડ્રો

૧૨૮

વર્તમાન ચેમ્પિયન

રોજર ફેડરર

સૌથી વધુ ટાઈટલ

રોય ઇમર્સન (૬)

મહિલાઓમાં ડ્રો

૧૨૮

વર્તમાન ચેમ્પિયન

સેરેના વિલિયમ્સ

સૌથી વધુ ટાઈટલ

માર્ગરેટ કોર્ટ (૧૧)

પુરુષ વિજેતા ખેલાડીઓ...

વર્તમાન ચેમ્પિયન રોજર ફેડરર આ વખતે ફેવરિટ

      મેલબોર્ન, તા.૧૩ : ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. જેને લઇને ટેનિસ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં તમામ સ્ટાર ખેલાડી મેદાનમાં ઉતરી રહ્યા છે. છેલ્લા વર્ષ ૨૦૧૮માં પુરૂષોના વર્ગમાં રોજર ફેડરલ વિજેતા બન્યો હતો.  વર્ષ ૨૦૦૦ બાદથી ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બનેલા ખેલાડીઓ નીચે મુજબ છે.

*    ૨૦૦૦માં અગાસીએ કાફેલે નિકોવ ઉપર ૩-૬, ૬-૩, ૬-૨, ૬-૪થી હાર આપી

*    ૨૦૦૧માં અગાસીએ ક્લેમેન્ટ ઉપર ૬-૪, ૬-૨, ૬-૨થી જીત મેળવી

*    ૨૦૦૨માં જોન્સને સાફીન ઉપર ૩-૬, ૬-૪, ૬-૪, ૭-૬થી જીત મેળવી

*    ૨૦૦૩માં અગાસીએ રેનર ઉપર ૬-૨, ૬-૨, ૬-૧થી જીત મેળવી

*    ૨૦૦૪માં ફેડરરે મરાથ સાફિન ઉપર ૭-૬, ૬-૪, ૬-૨થી જીત મેળવી

*    ૨૦૦૫માં સાફિને હેવીટ ઉપર ૧-૬, ૬-૩, ૬-૪, ૬-૪થી જીત મેળવી

*    ૨૦૦૬માં ફેડરરે બુકડાટી ઉપર ૫-૭,૭-૫,૬-૦, ૬-૨થી જીત મેળવી

*    ૨૦૦૭માં ફેડરરે ગોન્જાલેઝ ઉપર ૭-૬, ૬-૪, ૬-૪થી જીત મેળવી

*    ૨૦૦૮માં જોકોવીકે સોન્ગા ઉપર ૪-૬, ૬-૪, ૬-૩, ૭-૬થી જીત મેળવી

*    ૨૦૦૯માં નડાલે ફેડરર ઉપર ૭-૫, ૩-૬, ૭-૬, ૩-૬, ૬-૨થી જીત મેળવી

*    ૨૦૧૦માં ફેડરરે એન્ડી મરે ઉપર ૬-૩, ૬-૪, ૭-૬થી જીત મેળવી

*    ૨૦૧૧માં જોકોવીકે એન્ડી મરે ઉપર ૬-૪, ૬-૨, ૬-૩થી જીત મેળવી

*    ૨૦૧૨માં જોકોવીકે નડાલ ઉપર ૫-૭, ૬-૪, ૬-૨, ૬-૭, ૭-૫થી જીત મેળવી

*    ૨૦૧૩માં જોકોવીકે મરે ઉપર ૬-૭, ૭-૬, ૬-૩, ૬-૨થી જીત મેળવી

*    ૨૦૧૪માં વાવરિન્કાએ નડાલ ઉપર ૬-૩, ૬-૨, ૩-૬, ૬-૩થી જીત મેળવી હતી

*    ૨૦૧૫માં જોકોવિકે એન્ડી મરે ઉપર ૭-૬, ૬-૭, ૬-૩, ૬-૦થી જીત મેળવી હતી

*    ૨૦૧૬માં જોકોવિકે મરે ઉપર ૬-૧, ૭-૫, ૭-૬થી જીત મેળવી હતી

*    ૨૦૧૭માં રોજર ફેડરરે નડાલ ઉપર ૬-૪, ૩-૬, ૬-૧, ૩-૬ અને ૬-૩થી જીત મેળવી હતી

*    ૨૦૧૮માં રોજર ફેડરરે સિલિક પર ૬-૨, ૬-૭, ૬-૩, ૩-૬, ૬-૧થી જીત મેળવી

મહિલા ચેમ્પિયન ખેલાડી

વોઝનિયાકી પાસેથી સારા દેખાવની અપેક્ષા છે

મેલબોર્ન, તા.૧૩ : ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. જેને લઇને ટેનિસ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં તમામ સ્ટાર ખેલાડી મેદાનમાં ઉતરી રહ્યા છે. છેલ્લા વર્ષ ૨૦૧૮માં મહિલાઓના વર્ગમાં વોઝનિયાકી વિજેતા બની હતી. વર્ષ ૨૦૦૦ બાદથી ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બનેલી મહિલા સિંગલ્સ ખેલાડીઓ નીચે મુજબ છે.

*    ૨૦૦૦માં ડેવેનપોર્ટની હિંગીસ ઉપર ૬-૧, ૭-૫થી જીત

*    ૨૦૦૧માં કેપ્રી યાટીની હિંગીસ ઉપર ૬-૪, ૬-૩થી જીત

*    ૨૦૦૨માં કેપ્રી યાટીની માર્ટીના હિંગીસ ઉપર ૪-૬, ૭-૬, ૬-૨થી જીત

*    ૨૦૦૩માં સેરેનાની વિનર્સ વિલિયમ્સ ઉપર ૭-૬, ૩-૬, ૬-૪થી જીત

*    ૨૦૦૪માં હેનીનની ક્લાઈટ જસ ઉપર ૬-૩, ૪-૬, ૬-૩થી જીત

*    ૨૦૦૫માં સેરેનાની ડેવેન પોર્ટ ઉપર ૨-૬, ૬-૩, ૬-૦થી જીત

*    ૨૦૦૬માં મોરેસ્મોની હેનીન ઉપર ૬-૧, ૨-૦થી જીત

*    ૨૦૦૭માં સેરેનાની શારાપોવા ઉપર ૬-૧, ૬-૨થી જીત

*    ૨૦૦૮માં શારાપોવાની ઇવાનોવીક ઉપર ૭-૫, ૬-૩થી જીત

*    ૨૦૦૯માં સેરેનાની સાફીના ઉપર ૬-૦, ૬-૩થી જીત

*    ૨૦૧૦માં સેરેનાની હેનીન ઉપર ૬-૪, ૩-૬, ૬-૨થી જીત

*    ૨૦૧૧માં ક્લાઈટજસની લીના ઉપર ૩-૬, ૬-૩, ૬-૩થી જીત

*    ૨૦૧૨માં અજારેન્કાની શારાપોવા ઉપર ૬-૩,૬-૦થી જીત

*    ૨૦૧૩માં અજારેન્કાની લીના ઉપર ૪-૬, ૬-૪, ૬-૩થી જીત

*    ૨૦૧૪માં લિનાએ પોતાની હરિફ ખેલાડી ચીબુલકોવા પર ૭-૬, ૬-૦થી જીત મેળવી હતી

*    ૨૦૧૫માં સેરેના વિલિયમ્સે શારાપોવા ઉપર ૬-૩, ૭-૩થી જીત મેળવી હતી

*    ૨૦૧૬માં કાર્બરે સેરેના પર ૬-૪, ૩-૬, ૬-૪થી જીત મેળવી હતી

*    ૨૦૧૭માં સેરેના વિલિયમ્સે વિનસ ઉપર ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી

*    ૨૦૧૮માં વોઝનિયાકીએ હેલેપ પર ૭-૬, ૩-૬ અને ૬-૪થી જીત મેળવ હતી

 

(4:30 pm IST)