Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સાઉદી અરબમાં પ્રથમ વાર મહિલાઓ સ્ટેડિયમમાં બેસીને ફૂટબોલ મેચ નિહાળી

નવી દિલ્હી:વર્ષ ૨૦૧૭ મહિલાઓ માટે ખાસ રહ્યું છે, કારણ કે ભારત સહિત આખી દુનિયામાં મહિલાઓને સમાનતાના અધિકાર અને સ્થિતિમાં સુધારો લાવવાના ઘણા નિર્ણયો લેવામાં આવ્યા. સાઉદી આરબમાં ગઈ કાલે પહેલી વાર મહિલાઓએ સ્ટેડિયમમાં બેસીને ફૂટબોલ મેચ નિહાળી. જેદ્દાહના એક સ્ટેડિયમમાં મેચ જોવા માટે મહિલા ચાહકો પણ પહોંચી. તેઓ ફેમિલી ગેટથી સ્ટેડિયમાં પ્રવેશી અને ફેમિલી સેક્શનમાં બેસીને મેચનો આનંદ માણ્યો.

સાઉદી આરબ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી. અહીં દાયકાઓથી મહિલાઓ પર ઘણી જાતના પ્રતિબંધો લદાયેલા છે, જેમાંના કેટલાકને તાજેતરના દિવસોમાં હટાવી દેવામાં આવ્યા છે. આ મહિને કુલ ત્રણ સ્ટેડિયમમાં જઈને સાઉદી મહિલાઓ મેચ જોઈ શકશે. આ એ તમામ સામાજિક સુધારાઓની કોશિશોમાંની એક છે, જે ક્રાઉન પ્રિન્સ મોહંમદ સલમાનના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે.

(5:39 pm IST)