Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સીડનીમાં સ્મોગ જોતા ઉસ્માનને ભારતની યાદ આવી

ન્યુ સાઉથ વેલ્સ અને કિવન્સલેન્ડ વચ્ચેના મેચમાં વાતાવરણમાં ધૂમાડો જોવા મળ્યો : એર કવોલીટી ઈન્ડેકસનો આંકડો ૧ હજારથી વધી ગયો

સિડની : ભારતમાં થોડા સમય પહેલાં બાંગલા દેશ સાથે રમાયેલી મેચમાં ખરાબ વાતાવરણને લીંધે પ્લેયરોને માસ્ક પહેરીને પ્રેકિટસ કરવી પડી હતી અને અવા જ ખરાબ ધૂમાડાવાળા વાતાવરણમાં મેચ પણ રમવી પડી હતી, આવાં કંઈ પરિસ્થિતિ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ યોજાઈ હતી જને જાતાં ઉસ્માન ખ્વાજાને ભારતની યાદ આવી ગઈ હતી. ન્યૂ સાઉથ વેલ્સ અને કિવન્સલેન્ડ વચ્ચે સિડનોમાં એક ડોમેસ્ટિક મેચ રમાઈ હતી. આ મેચ રમવા માટે જયારે પ્લેયસે મેદાનમાં પહોંચય ત્યારે વાતાવરશમાં ભારે ધુમાડો હતો. આ અંગે વાત કરતાં ઉસ્માન ખ્વાજાએ કહ્યું હતું કે અમે જયારે સવારે મેદાનમાં પહોંચ્યા ત્યારે વાતાવરણ જોઈને મને એવું લાગ્યું કે અમે ભારતમાં રમી રહ્યા છીએ. ખરૃં કહું તો અહી શ્વાસ લેવો અઘરો હતો, કેમ કે સ્મોગ મોટી માત્રામાં હતો. જોકે હું તો માત્ર પાંચ ઓવર જ મેદાનમાં રહી શકયો હતો, પણ હું બોલરોને જોઈને હેરાન હતો કે તે લોકો આવી પરિસ્થિતિમાં લાંબા સમય સુધી કઈ રીતે રમી શઠયા હતા. મારા ખ્યાલથી તેમનેઆ બધાથી દૂર લઈ જવા જોઈએ. એ ઘણું ખરાબ હતું. સિડનીના કેટલાક વિસ્તારમાં એર કવોલિટી ઇન્ડેકસનો આંક? ૧૦૦૦થી વધી ગયો છે.

(3:28 pm IST)