Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

'બ્રેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' પુરસ્કાર હાસિલ કરનારી પ્રથમ ભારતીય બની મનિકા બત્રા

નવી દિલ્હીઃ મનિકા બત્રા ઇંચિયોનમાં આયોજીત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહાસંઘના સ્ટાર પુરસ્કારોમાં 'બેકથ્રૂ ટેબલ ટેનિસ સ્ટાર' હાસિલ કરનારી પ્રથમ ભારતી ખેલાડી બની છે મનિકાએ સમારોહમાં કહ્યું, હું આ પુરસ્કાર હાસિલ કરીને ખરેખર સન્માનિત અનુભવી રહી છું અને હું ખુશ છું. મને લાગે છે કે 2018 અત્યાર સુધી મારા કરિયરમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે અને મેં જે મેળવ્યું છે તેનાથી ખુશ છું. 

  તેણે કહ્યું, હું સરકારને, ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘ અને સૌથી મહત્વના મારા પરિવારનો આભાર વ્યક્ત કરૂ છું. વિશેષ કરીને મારા પરિવારનો જે હંમેશા મારી સાથે છે અને મને પ્રેરિણા આપે છે.

 

(10:43 pm IST)