Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ક્રિકેટના મેદાન પર હવે સિક્કો નહિં, બેટ ઉછાળીને થશે ટોસ

ક્રિકેટમાં દરેક મેચની શરૂઆત પહેલા બેટીંગ કે બોલીંગની ફૂબોલીને નિર્ણય લેવામાં આવતો હોય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય બિગ બેશ લીગ (બીબીએલ) ટી-૨૦ ટુર્નામેન્ટમાં ટોસને લઈને મોટો નિર્ણય થયો છે. બીબીએલમાં હવે સિક્કો ઉછાળીને નહિં, પરંતુ બેટને ઉછાળીને આ નિર્ણય લેવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં બેટ ઉછાળવાની જૂની પ્રથા છે જે ફરી એકવાર શરૂ થઈ રહી છે. બંને ટીમો હવે બેટ કઈ રીતે પડશે એના આધારે અંદાજ લગાવશે. જે ટીમનો અંદાજ સાચો હશે અને પહેલા બોલીંગ કે બેટીંગ પસંદ કરવાની તક આપવામાં આવશે.

(5:32 pm IST)