Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

અંતિમ કેચ પર ઓસ્ટ્રેલિયન મીડિયાએ વિવાદ ઉભો કર્યો

શું કેચ કલીન હતો? : ઓસ્ટ્રેલિયાની મીડિયાએ નારાજગી દર્શાવી

નવીદિલ્હી,તા.૧૨ :  પ્રથમ ટેસ્ટમાં અંતિમ વિકેટના રુપમાં હેઝલવુડ અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો. હેઝલવુડનો કેચ લોકેશ રાહુલે પકડ્યો હતો. આ કેચ ઉપર શંકા ઉભી કરીને ઓસ્ટ્રેલિયન મીડિયા આ જીત પર સવાલ ઉઠાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ફોક્સ ક્રિકેટે અંતિમ કેચનો વીડિયો શેર કરતા લખ્યું છે કે શું અંતિમ કેચ ક્લિન હતો? આ વીડિયો શેર કર્યા પછી ભારતીય પ્રશંસકોએ ફોક્સ ક્રિકેટ સામે નારાજગી વ્યક્ત કરી છે.

ફોક્સ ક્રિકેટ સિવાય પત્રકાર ડીન રિચીએ પણ અંતિમ કેચ પર શંકા વ્યક્ત કરી છે. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે ખોટો ખેલાડી બનવા માંગતો નથી પણ અંતિમ કેચના કેટલાક રિપ્લે જોવા માંગીશ. એક અન્ય પત્રકાર મેટ બેજલીએ ટ્વિટ કર્યું હતું કે શું આપણે અંતિમ કેચ સાથે સહમત છીએ? મેં ફક્ત મોબાઈલ પર રીપ્લે જોયો છે.(૩૭.૭)

(5:30 pm IST)