Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

બાબર આઝમને ઈમરાનનો દિલાસો

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બાબર આઝમ અને ટીમને ટેગ કરીને લખ્યું, ''અત્યારે તમે ખરેખર શું અનુભવી રહ્યા છો તે મને બરાબર ખબર છે કેમ કે ક્રિકેટના મેદાન પર હું પણ આવી નિરાશાજનક સ્થિતિમાંથી પસાર થઈ ચુકયો છું. તમે જે પ્રકારનું કવોલીટી ક્રિકેટ રમ્યા અને તમે જીત વખતે જે નમ્રતા દાખવી છે તેનું તમને ગૌરવ હોવું જોઈએ. ટીમ ઓસ્ટ્રેલીયાને અભિનંદન''

(3:57 pm IST)