Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ટોકિયો ઓલિમ્પિકસના બ્રોન્ઝ વિજેતા વિવેક સાગર પ્રસાદ ભારતના કેપ્ટન બન્યા

 ભુવનેશ્વરઃ ટોક્યો ઓલિમ્પિકસના બ્રોન્ઝ મેડલ વિજેતા વિવેક સાગર પ્રસાદને ૧૮-સભ્યોની ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુકત કરવામાં આવ્યા છે જે ભુવનેશ્વરમાં ૨૪ નવેમ્બરથી શરૂ થઈ રહેલા FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપમાં તેના  ૫ ડિસેમ્બરથી શરૂ થતી આ ઇવેન્ટમાં વિશ્વભરની ૧૬ ટીમો ટાઇટલ માટે સ્પર્ધા કરતી જોવા મળશે અને ટાઇટલ મેળવવાનું લક્ષ્ય રાખશે, જે ભારતે છેલ્લે લખનૌમાં ૨૦૧૬માં જીત્યું હતું.

  વિવેક સાગર પ્રસાદ ૧૮-સભ્યો ભારતીય જુનિયર પુરૂષ હોકી ટીમના સુકાની હશે, તેની સાથે ડિફેન્ડર સંજય કે જેઓ બ્યુનોસ આયર્સમાં ૨૦૧૮ યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર ભારતની અંડર-૧૮ ટીમના સભ્ય હતા. 

  ટીમના આ મુજબ  છે. શરદાનંદ તિવારી, પ્રશાંત ચૌહાણ, સુદીપ ચિરમાકો, રાહુલ કુમાર રાજભર, મનિન્દર સિંહ, પવન, વિષ્ણુકાંત સિંહ, અંકિત પાલ, ઉત્તમ સિંહ, સુનીલ જોજો, મનજીત, રબીચંદ્ર સિંહ મોઇરાંગથેમ, અભિષેક લાકરા, યશદીપ સિવાચ, ગુરમુખ સિંઘ અને અરણજીત સિંહ હુંદલ.

(3:57 pm IST)