Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ભારતના અનુભવી ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ ૧૯ વર્ષમાં પ્રથમ વાર ટોપ-૧૦૦થી બહાર

નવી દિલ્હીઃ ભારતના અનુભવી ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સોમવારે છેલ્લા 19 વર્ષમાં પ્રથમવાર ડબલ્સ રેન્કિંગમાં ટોપ-100થી બહાર થઈ ગયો છે. તે પાંચ સ્થાન નીચે 101મા સ્થાન પર ખસી ગયો છે. પેસના 865 પોઈન્ટ છે અને તે ભારતીય ખેલાડીઓમાં રોહન બોપન્ના (38મા), દિવિચ શરણ (46મા) અને પૂરવ રાજા (93મા) બાદ ચોથા નંબર પર છે. રાજ આઠ સ્થાનની છલાંગ લગાવીને ફરી ટોપ-100મા પહોંચી ગયો છે.

                 આ પહેલા 46 વર્ષીય પેસ ઓક્ટોબર 2000મા ટોપ-100થી બહાર હતો. ત્યારે તેની રેન્કિંગ 118મી હતી. ભારતના સર્વશ્રેષ્ઠ ટેનિસ ખેલાડીઓમાથી એક પેસે હમવતન મહેશ ભૂપતિની સાથે મળીને એક સમયે પુરૂષ ડબલ્સમાં દમદાર જોડી બનાવી હતી. પેસ ઓગસ્ટ 2014મા ટોપ-10થી બહાર થયો હતો અને બે વર્ષ બાગ તે ટોપ-50માથી પણ બહાર થયો હતો. અત્યાર સુધી 18 ગ્રાન્ડસ્લેમ જીતી ચુકેલ પેસ આ વર્ષે સપ્ટેમ્બરમાં યૂએસ ઓપનમાં રમ્યા બાદ કોર્ટ પર ઉતર્યો નથી.

                પેસે પાકિસ્તાન વિરુદ્ધ ડેવિસ કપ મુકાબલા માટે ખુદને ઉપલબ્ધ રાખ્યો છે. આ વચ્ચે સિંગલમાં પ્રજનેશ ગુણેશ્વરન ભારતનો ટોપ ખેલાડી બની ગયો છે. તે એક સ્થાન નીચે આવીને 95મા સ્થાને છે. ત્યારબાદ સુમિત નાગલ (બે સ્થાન ઉપર 127), રામકુરમાર રામનાથન (9 સ્થાન ઉપર 190), શશિ કુમાર મુકુંદ (બે સ્થાન ઉપર 250) અને સાકેત માયનેની (એક સ્થાન નીચે 267)નો નંબર આવે છે.

(5:15 pm IST)