Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

હવે નંબર ફોર માટે શ્રેયસ ઐયર કન્‍ફર્મ

ટીમ મેનેજમેન્‍ટે કહ્યું નંબર ફોર માટે કેટલાક પ્રયોગો કર્યા, પણ તેમાં નિષ્‍ફળતા મળી હતી

નાગપુરઃ ઇન્‍ડિયા માટે સૌથી મોટો પ્રશ્ન ચાર નંબર પર રમવા કોને મોકલવો એ હતો અને એ માટે હવે શ્રેયસ ઐયરને પસંદ કરવામાં આવ્‍યો છે. ભારત અને બંગલા દેશ વચ્‍ચે ટીર૦ સિરીઝની અંતિમ મેચમાં શ્રેયસ ઐયરે ધમાકેદાર બેટિંગને કારણે ઐયરે ભારતીય ટીમ મેનેજમેન્‍ટને પ્રભાવિત કર્યું છે અને એને લીધે મેનેજમેન્‍ટ પણ ઐયરને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે.

ભારતીય ટીમ મેનેજમેન્‍ટે જણાવ્‍યું છે કે મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં શ્રેયસ ઐયર નંબર ચાર પર જ બેટ્‍સમેનની ભૂમિકા ભજવશે. અત્‍યાર સુધી ટીમ મેનેજમેન્‍ટે નંબર-ફોર માટે કેટલાક પ્રયોગ કર્યા, પરંતુ તેમને સતત નિષ્‍ફળતા મળી. ઈંગ્‍લેન્‍ડમાં રમાયેલી વર્લ કપ પહેલાં પણ આ નંબર પર ઘણા ખેલાડીઓને તક આપવામાં આવી હતી, પરંતુ કોઈ ખેલાડી એ જગ્‍યા સુનિヘતિ કરી શકયો નહોતો. રિપોર્ટ પ્રમાણે મેચ બાદ ઐયરે કહ્યું કે ‘ટીમ મેનેજમેન્‍ટે મને સ્‍પષ્ટ કહ્યું છે કે હું નંબર ચાર પર બેટિંગ કરીશ એટલે ખુદ પર વિશ્વાસ વધ્‍યો છે. અમે બધા ચાર નંબર માટે સતત પ્રયત્‍ન કરી રહ્યા હતા. ટીમના બે પ્રમુખ બેટ્‍સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા જલદી આઉટ થયા બાદ પણ અમને મેચને છેલ્લે સુધી લઈ જવા માટે એક ફિનિશરની જરૂર હતી. આ ફિનિશર એટલે નંબર-ફોરની જગ્‍યા અને એ માટે હું ખૂબ જ મહેનત કરી રહ્યો હતો, જે રંગ લાવી છે.

(4:38 pm IST)