Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ICC ટી20 રેન્કિંગમાં દિપક ચહરની 88 ક્રમની જબરજસ્ત છલાંગ સાથે 42માં સ્થાને પહોંચ્યો

રોહિત શર્મા બેટ્સમેન રેન્કિંગમાં સાતમા સ્થા

મુંબઈ : ભારતીય ફાસ્ટ બોલર દિપક ચહરે બાંગ્લાદેશ સામે વર્લ્ડ રેકોર્ડ પ્રદર્શન કરતાં 7 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેને આનાથી 88 સ્થાનનો ફાયદો થયો છે અને તે બોલર્સ રેન્કિંગમાં 42 મા સ્થાને પહોંચી ગયો છે. જોકે બોલર્સ રેન્કિંગમાં સ્લો-બોલર્સનો દબદબો રહ્યો છે. ટોપ- 9 માંથી 8 સ્પિનર્સ છે. રાશિદ ખાન 757 પોઈન્ટ્સ સાથે નંબર 1 અને મિચેલ સેન્ટનર 700 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ નંબર 2 બોલર છે.

   રોહિત શર્મા બેટ્સમેન રેન્કિંગમાં સાતમા સ્થાને છે. તેના પછી લોકેશ રાહુલનો નંબર આવે છે. રાહુલે  52 રન કર્યા હતા અને એક સ્થાનના ફાયદા સાથે આઠમા સ્થાને આવ્યો છે. ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન 782 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો કપ્તાન આરોન ફિન્ચ 807 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને છે. બાબર આઝમે પોતાનો નંબર 1 રેન્ક જાળવી રાખ્યો છે, તે 876 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. ભારત સામેની નિર્ણાયક મેચમાં 81 રનની ઇનિંગ્સ મોહમ્મદ નઇમ, ઇંગ્લેન્ડના જોની બેરસ્ટો સાથે સંયુક્તપણે 38મા સ્થાને છે.

 

(11:13 pm IST)