Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડની વનડે મેચમાં રમુજી દ્રશ્યો :ફિલ્ડરો જોતા રહ્યાં અને બેટ્સમેનો એક બોલમાં પાંચ રન લઈ લીધા

બે રન લીધા બાદ બે વાર ઓવર થ્રો થતા ખેલાડીઓએ ત્રણ રન દોડીને લઇ લીધા

દુબઈમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે છેલ્લો વનડે મેચ રમાઈ ગયો. જો કે મેચ વરસાદનાં લીધે ડ્રો રહ્યો. પરંતુ કેટલાક રમુજી દ્રશ્યોને કારણે યાદગાર બન્યો હતો પાકિસ્તાનના એક ખેલાડીએ એક બોલમાં દોડીને પાંચ રન લીધા. ખરેખર થયું એવું કે 3 રન ખેલાડીએ દોડીને લઈ દીધા પણ પછી વધારાના બે રન ઓવર થ્રોનાં લીધા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

   કહીમ અશરફે શોટ મારીને 3 રન લીધા. ફીલ્ડરે વિકેટ કિપર તરફ બોલ ફેક્યોં અને ટોમ લેથમે બોલ પકડીને બીજી બાજુ ફેક્યો. બોલ સ્ટંપ પર લાગવાને બદલે બાઉન્ડ્રી તરફ ગયો. તેથી વધુ એક રન લીધો. પછી પાછો બોલ લેથમ સાઈડ ફેક્યો પણ ન પકડાયો એટલે પાકિસ્તાને વધુ એક રન લઈને પાંચ રન લઈ લીધા

(11:44 pm IST)