Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

વિજ્ઞાપનમાં કામ કરવાથી મેચમાં ફરક પડતો નથી: વિરાટ કોહલી

નવી દિલ્હી:ભારત-વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-૨૦ સિરીઝ દરમિયાન આરામ પર રહેલા વિરાટ કોહલીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, એડવર્ટાઇઝિંગ પર વધુ ધ્યાન આપવાથી ક્રિકેટ પર ખરાબ અસર થતી નથી. કોહલીએ અહીં યોજાયેલા કાર્યક્રમમાં કહ્યું કે, જ્યારે હું કપડાંની એક બ્રાન્ડ સાથે જોડાયો ત્યારે હું ૨૫-૨૬ વર્ષનો હતો. તે પછી પણ લોકોને લાગતુ હતું કે, હું ૨૫ વર્ષની વયે બિઝનેસ સાથે જોડાઈ રહ્યો છું અને તે માટે મારી ઉંમર ઘણી નાની છે. પ્રોફેશનલ ખેલાડી તરીકે વ્યવસાય માટે કોઈ ઉંમરની સીમા હોતી નથી. કારણ કે, જ્યારે તમે બિઝનેસ શરૃ કરો છો ત્યારે તેને આગળ વધારવાનું હોય છે. કોહલીએ કહ્યું કે, ખેલાડી માટે ક્રિકેટ અને વ્યવસાયિક હિતોમાં સંતુલન બનાવવું મહત્ત્વનું હોય છે. હું નથી માનતો કે, રમવાની સાથે એડવર્ટાઇઝમેન્ટ કરી શકો. હું તેમાં વિશ્વાસ નથી રાખતો. જો તમારી પાસે સીમિત સમય છે તો તમને ખ્યાલ હોવો જોઇએ કે, સીમિત સમયમાં પોતાની પ્રોડક્ટને કેવી રીતે આગળ વધારી શકો છો.

 

(4:49 pm IST)