Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફિકાને 5 વિકેટથી આપી માત

નવી દિલ્હી: અહીં રમાયેલી બીજી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવી ત્રણ મેચની વનડે સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. ભારતે મુલાકાતી ટીમને પાંચ વિકેટથી હરાવી હતી.ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ છ વિકેટના નુકસાન પર 247 રન બનાવ્યા હતા અને યજમાન ટીમે 48 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું.દક્ષિણ આફ્રિકા તરફથી ઓપનર, લૌરા વોલવાર્ટે સૌથી વધુ 69 રન બનાવ્યા. લિઝેલ લી અને મિગનન ડ્યુ પેરેઝે પણ ટીમના મોટા સ્કોરમાં ફાળો આપ્યો. લીએ 40 જ્યારે પેરેઝે 44 રન બનાવ્યા હતા.ભારત તરફથી ત્રણ બોલરોએ બે વિકેટ ઝડપી હતી.લક્ષ્યનો પીછો કરતાં ભારતની શરૂઆત નબળી હતી અને તેણે કુલ 66 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.ત્યારબાદ, પૂનમ રાઉતે (65) સુકાની મિતાલી રાજ (66) સાથે 129 રનની ભાગીદારી કરી, યજમાનોને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો.

(7:02 pm IST)