Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

આઈપીએલની ટીમ કિંગ્સ ઈલેવનનો હેડ કોચ બન્યો અનિલ કુંબલે :માઇક હેસનનું સ્થાન લેશે

મુંબઈ : ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂ‍ર્વ પ્લેયર અનિલ કુંબલેને આઇપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના હેડ-કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ૧૯ ઑક્ટોબર પહેલાં તે ટીમ -મૅનેજમેન્ટ સામે પોતાની યોજનાઓનું પ્રેઝનન્ટેશન આપશે. કુંબલેને અપૉઇન્ટ કરતાં તે હવે માઇક હેસનનું સ્થાન લેશે.

  વાસ્તવમાં માઇકે ટીમ સાથે બે વર્ષનો કરાર કર્યો હતો, પણ અધવચ્ચે જ તે જતો રહ્યો હતો. આઇપીએલની ટીમ સાથે કુંબલે ત્રીજી વાર જોડાઈ રહ્યો છે. આ પહેલાં તે ૨૦૦૮માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)માં પ્લેયર તરીકે જોડાયો હતો અને પછી એ જ ટીમના મેન્ટર તરીકે ચૂંટાયો હતો. ૨૦૧૩માં તેણે મુંબઈ ઇન્ડિયન્સના મેન્ટરપદે ભૂમિકા ભજવી હતી.

(1:30 pm IST)