Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

હૈદ્રાબાદની ટેસ્ટ મેચમાં પણ રાજકોટવાળીઃ વિરાટ કોહલીને મળવા ક્રિકેટ ચાહક સ્‍ટેડિયમમાં ઘુસી ગયો અને સેલ્ફી લેવા લાગ્યો

હૈદરાબાદઃ હૈદરાબાદમાં રમાય રહેલી બીજી ટેસ્ટમેચના પહેલા દિવસે ક્રિકેટ મેદાન પર કોહલીનો એક ચાહક ઉત્સાહિત થઈને મેદાને આવી ગયો હતો. દ્રશ્ય જોઈને દરેક ખેલાડી વિચારતો થઈ ગયો હતો. મેચમાં વિક્ષેપને કારણે ટેસ્ટ મેચ થોડી વાર માટે અટકાવવો પડ્યો હતો. જોકે, કોહલીના ચાહકની હરકતે મેચની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊઠાવ્યા છે.

મેદાન પર દોડી આવ્યો

ટીમ ઈન્ડિયા ટોસ બાદ ફિલ્ડિંગ માટે મેદાને ઊતરી હતી. મેચની થોડી ઓવર થઈ હતી ત્યાં કેપ્ટન વિરાટ કોહલીનો એક ચાહક સ્ટેડિયમમાંથી બિન્દાસ્ત ઘુસી આવ્યો અને સેલ્ફી લેવા લાગ્યો હતો.

વિરાટ પણ ચોંકી ગયો

જોકે, વિરાટ પણ તેની હરકત જોઈને ચોંકી ગયો હતો, યુવક વિરાટને જાદુ કી જપ્પી આપવા માટે જતો હતો પણ વિરાટે સંભાળી લીધું હતું. પણ યુવક કોહલી સાથે સેલ્ફી લેવાતી તક ગુમાવી હતી.

બંને એમ્પાયરોએ પણ ઈશારો કર્યો

દરમિયાન મેચના બંને એમ્પાયર બ્રુસ ઓક્સજનફોર્ડ અને ઈયાન ગોલ્ડ નારાજ થઈ ગયા હતા અને વારંવાર યુવક તરફ ઈશારો કરતા નજરે ચડ્યા હતા. દ્રશ્ય દરમિયાન સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ નિરાશ થયેલો નજરે ચડ્યો હતો.

પહેલા રાજકોટમાં પણ આવું બન્યું હતું

ટેસ્ટ સિરિઝમાં બીજી વખત એવું બન્યું છે કે, કોઈ ફેન્સ મેદાન સુધી આવી ગયો હતો. પહેલા પણ રાજકોટ ટેસ્ટ મેચમાં કહોલી જ્યારે બેટિંગ કરવા માટે મેદાને આવ્યો ત્યારે તેની સાથે સેલ્ફી લેવા માટે ચાહકો તેની તરફ ઘસી આવ્યા હતા.

(6:11 pm IST)
  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST