Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ચીન ૨૬ રનમાં જ થયું ઓલઆઉટ

એશિયા રીજન્સ કવોલીફાયર્સની મેચમાં નેપાલે ૧૧ બોલમાં લક્ષ્યાંકને આંબી ટી-૨૦માં મેળવ્યો સૌથી મોટો વિજય

ચીન ભલે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોય, એનું અર્થતંત્ર ભલે વિશ્વમાં બીજા ક્રમાંકનું હોય, પરંતુ ક્રિકટના મેદાનમાં હજી એ ઘણું નબળું છે. નેપાલે પણ એને કારમી હાર આપી હતી.

મલેશિયા અને મ્યાનમારની મેચ પણ લો-સ્કેરિંગ રહી હતી. મલેશિયાના કવાલા લમ્પરમાં રમાયેલી આઈસીસી વર્લ્ડ ટી૨૦ એશિયા રીજન્સ સ્કવોલિફાયર્સની મેચમાં ચીન માત્ર ૨૬ રનમાં જ ઓલઆઉટ થયું હતું. નેપાલ માત્ર ૧૧ બોલમાં જ વિના વિકટ લક્ષ્યાંકન આવ્યો હતો જે એનો અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. આ ટુર્નામેન્ટમાં ચીનનો આ સૌથી ખરાબ સ્કોર નોતો, કારણ કે અગાઉ એ સિંગાપોર સામે પણ ર૬ રનમાં જ ઓલઆઉટથયું હતું. તો થાઇલેન્ડ, ભુતાન અને મ્યાનમાર સામે અનુક્રમે ૩૫ રનમાં ૯ વિકટ, ૪૫ અને ૪૮ રનથી થયું છે.

નેપાલ સામેની મેચમાં ચીનના ઓપનિંગ બેટ્સમેને સૌથી વધુ ૧૧ રન કર્યા હતા તો ત્યાર બાદ નવ રન એકસ્ટ્રા દ્વારા મળ્યા હતા. ચીનના આઠ બેટ્સમેનો તો ખાતું પણ ખોલાવી નહોતા શકયા. ચીને ૨૦૧૦ની એશિયન ગેમ્સમાં આયોજિત ક્રિકેટ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લીધો હતો.

(3:39 pm IST)
  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST