Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ધોનીને વિરાટ કોહલીનું સ્પેશિયલ સેલ્યૂટ: યાદ કરી એ રાત અને રેસ: કહ્યું મને એટલો ડોડવાયો જાણો ફિટનેસ ટેસ્ટ હોય

કોહલીએ લખ્યું હતું કે, 'એ મુકાબલો જેને હું ક્યારેય ભૂલી ન શકું, ખાસ રાત.

ભારતીય ક્રિકેટ ટીમમાં રહેવા માટે ફિટનેસ હવે મહત્વનું પાસુ બન્યું છે. સતત થઈ રહેલી સિરીઝ વચ્ચે પ્લેયર્સ માટે 100 ટકા ફીટ રહેવું કઠીન અને ચેલેન્જીંગ છે. આ ચેલેન્જને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યો છે. વિરાટ કોહલીએ તેમની સાથે ટીમને પણ આ ચેલેન્જને સ્વીકારવા અને તેમા તેમને પાસ કરાવવાની જવાબદારી પણ સ્વીકારી છે.

વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને યાદ કર્યા હતા. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં વિરાટ અને ધોની બન્ને ક્રીઝ પર છે. વિરાટ કોહલી જીતનો જશ્ન મનાવી રહ્યાં છે અને લાગી રહ્યું છે કે ધોનીને બેટથી સેલ્યૂટ કરી રહ્યાં છે. ફોટો અપલોડ કરતા વિરાટ કોહલીએ લખ્યું હતું કે, 'એ મુકાબલો જેને હું ક્યારેય ભૂલી ન શકું, ખાસ રાત. આ વ્યક્તિ જેમણે મને ફિટનેસ ટેસ્ટની જેમ દોડાવ્યો.' વિરાટ કોહલીએ ધોનીને પણ ટેગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ફોટો 2016માં 26 માર્ચે રમાયેલી T-20નો છે. આ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે મોહાલી મેદાન પર રમાયો હતો જેમાં વિરાટ કોહલીએ અણનમ 82 રન બનાવ્યા અને ભારતે મેચ 6 વિકેટે જીતી. આ મેચમાં ધોનીએ છેલ્લી ઓવરની પહેલી બોલ પર ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી. આ મેચમાં વિરાટ-ધોની વચ્ચે 67 રનની પાર્ટનરશીપ થઈ હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી સિવાય ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોની પણ તેમની ફિટનેસ માટે જાણીતા છે.

(8:21 pm IST)