Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

વર્લ્ડ ચેમ્પિયન સિંધુ દ્વારા વિજેતાનું સન્માન કરાયું

પીએનબી મેટલાઇફ બેડમિન્ટન

અમદાવાદ, તા.૧૧ : ભારતમાં ખાનગી ક્ષેત્રની જીવન વીમાકંપનીઓમાં ટોચ ૧૦માં સામેલ પીએનબી મેટલાઇફ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની (પીએનબી મેટલાઇફ) (નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯, સ્ત્રોત - ક્રિસિલ)એ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ (દિલ્હી)માં એક ભવ્ય એવોર્ડ સમારંભમાં પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપની પાંચમી એડિશન પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરી હતી. આ એડિશનમાં પાંચ વયજૂથ કેટેગરીઓમાં ભારતનાં ૧૦ શહેરોમાંથી કુલ ૯,૫૦૦થી વધારે સહભાગીઓ સામેલ થયાં હતાં, જેમાંથી વિજેતાઓ અને રનર્સ-અપ બન્યાં હતાં. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૩, અંડર-૧૫ અને અંડર-૧૭ કેટેગરીઓ અંતર્ગત વિજેતાઓ અને સહવિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયન, ઓલિમ્પિક મેડલિસ્ટ અને પીએનબી મેટલાઇફની બ્રાન્ડ એમ્બેસેડર પી.વી.સિંધુ દ્વારા વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

             આ પ્રસંગે પી.વી.સિંધુએ યુવા ચેમ્પિયન્સની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, દેશનાં દરેક ખૂણાઓમાંથી મોટી સંખ્યામાં સહભાગીઓ આ રમતની લોકપ્રિયતાનો પુરાવો છે. આ યુવાન ખેલાડીઓની ગેમ-પ્લે અને ટેકનિકની ઉત્કૃષ્ટ ગુણવત્તા દર્શાવે છે કે, દેશમાં ઘણી પ્રતિભાઓ છે, જેને ખીલવવાની જરૂર છે, જેથી ભારત સ્પોર્ટસમાં વર્લ્ડ લીડર બની શકે. આ ઇવેન્ટમાં ટેઇલર-મેડ યુટ્યુબ ચેનલ જેબીસી બૂટ કેમ્પની વધતી લોકપ્રિયતા પણ જોવા મળી હતી. બે મહિના અગાઉ હૈદરાબાદમાં પીએનબી મેટલાઇફ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનાં લોંચ સાથે જેબીસી બૂટ કેમ્પની શરૂઆત થઈ હતી. વિજેતાઓનું સન્માન બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયન, ઓલિમ્પિક મેડલિસ્ટ અને પીએનબી મેટલાઇફની બ્રાન્ડ એમ્બેસેડર પી.વી.સિંધુ, પંજાબ નેશનલ બેંકનાં એમડી અને સીઇઓ શ્રી સુનિલ મહેતા અને પીએનબી મેટલાઇફનાં એમડી અને સીઇઓ આશિષ કુમાર શ્રીવાસ્તવે કર્યું હતું. બેડમિન્ટનને પ્રોત્સાહન આપવાનાં પ્રયાસનાં ભાગરૂપે પીએનબી મેટલાઇફે સતત પાંચમા વર્ષે જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું.

 

(9:39 pm IST)