Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

દેવિકાને મળી ભારતીય મહિલા એ ટીમની કમાન

નવી દિલ્હી: મંગળવારે અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ શ્રીલંકામાં યોજાનારી બાંગ્લાદેશ પ્રવાસ અને ઉભરતી મહિલા એશિયા કપ માટે મહિલા ભારત એ ટીમની પસંદગી કરી છે. સમિતિએ બાંગ્લાદેશ પ્રવાસ અને એશિયા કપ માટે કેપ્ટન તરીકે દેવિકા વૈદ્યની નિમણૂક કરી છે. શ્રીલંકામાં 20 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર દરમિયાન એસીસી ઉભરતી મહિલા એશિયા કપ રમાશે. બાંગ્લાદેશ પ્રવાસ અને ઉભરતી મહિલા એશિયા કપની ભારતીય મહિલા એ ટીમ નીચે મુજબ છે.દેવિકા વૈદ્ય (કેપ્ટન), એસ મેઘના (ડેપ્યુટી કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, તેજલ હસબનીસ, તનુશ્રી સરકાર, સિમરન દિલ બહાદુર, નઝહત પરવીન, આર કલ્પના, મનાલી દક્ષિણી, ક્ષમા સિંઘ, અંજલિ સારાવાની, મીનુ મણિ, દિવ્યદર્શિની, ટી.પી. કંવર અને રાશી કનૌજિયા.

(5:25 pm IST)