Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

વેસ્ટઇન્ડિઝ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલીયા અને બાંગ્લાદેશની મેજબાની કરશે ન્યુઝીલેન્ડ

ઓકલેન્ડઃ ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના સીઇઓ ડેવિડ વ્હાઇટે કહ્યું કે તેની ટીમ પાકિસ્તાન, ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ કરશે. હાલમાં ન્યુઝીલેન્ડના ક્રિકેટરો સુરક્ષીત વાતાવરણમાં તૈયારી કરી રહયું છે.

મહિલાઓની ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ કરશે. જયારે ઓસ્ટ્રેલીયાની મહિલા ટીમ ફ્રેબુઆરીમાં ન્યુઝીલેન્ડ જશે. પાંચ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચોની સિરીઝ રમાય તેવા સંજોગો છે. ન્યુઝીલેન્ડને ટેસ્ટ અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનની મેજબાની કરનાર છે જે પાંચ દિવસીય ટેસ્ટ અને વિશ્વ ટેસ્ટ ચેમ્પીયનશીપનો ભાગ છે.

(12:18 pm IST)