Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

હવે એક જ ક્રિકેટ લીગમાં ભાગ લઇ શકશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવિત નિયમોમાં એક એવો નિયમ પણ છે, જે અંતર્ગત કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિેકેટર તેના દેશના ક્રિકેટ બોર્ડ સિવાય અન્ય દેશો દ્વારા રમાડવામાં આવતી એક જ ટ્વેન્ટી-૨૦ લીગમાં ભાગ લઈ શકશે. ટૂંકમાં હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો જેઓ હાલમાં દરેક દેશની ટી-૨૦ લીગમાં રમતાં જોવા મળે છે તે બંધ થઈ જશે. ઉદાહરણ તરીકે રસેલ વિન્ડિઝ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. તો તે કેરિબિયન પ્રીમિયર લીગમાં રમી જશે પણ અન્ય દેશો દ્વારા યોજાતી ટી-૨૦ની કોઈ એક જ લીગમા રમી શકસે. હાલ તે આઇપીએલ, બિગ બેશ લીગ, પાકિસ્તાનની સુપર લીગ વિગેરેમાં રમતો હોય છે. જોકે આઇસીસીના નવા નિયમ અનુસાર તે કેરિબિયન પ્રીમિયર લીગ ઉપરાંત આઇપીએલમાં અથવા બિગ બેશ લીગમાં અથવા સુપર લીગમાંથી કોઈ એકમાં જ રમી શકે. ટૂંકમાં તે એક જ વિદેશી બોર્ડની ટી-૨૦ લીગમા જોડાઈ શકે.

(6:00 pm IST)