Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ફાઈનલમાં વિનેશ ફોગાટનો પરાજય

એશિયન ગેમ્સ અને કોમનવેલ્થની ગોલ્ડમેડાલીસ્ટ સતત ચોથો ગોલ્ડ જીતી ન શકી

નવી દિલ્હી : બેલારૂસમાં મેડવેડ ઈવેન્ટની ફાઈનલમાં ભારતની ટોપ વિમેન રેસલર વિનેશ ફોગાટનો ૫૩ કિલોની કેટેગરીમાં રશિયાની એન. મલિશેવા સામે ૦-૧૦થી પરાજય થયો હતો. ૨૪ વર્ષની આ એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલીસ્ટ સતત ચોથો ગોલ્ડ મેડલ જીતી શકી નહોતી. તેણે હાલમાં સ્પેન ગ્રેન્ડ પ્રીકસ, યાસાર ડોગુ ઈન્ટરનેશનલ અને પોલેન્ડ ઓપનમાં ગોલ્ડ જીત્યો હતો.

(3:36 pm IST)