Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

પંડ્યા બ્રધર્સે ગાયુ 'વાય ધીસ કોલાવેરી...': સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં તે પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. વીડિયોમાં હાર્દિક તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથે મળીને ધનુષનું ગીત Why this Kolaveri Di ગાઈ રહ્યા છે. જોકે હાર્દિકનો આ પ્રથમ વીડિયો નથી આ પહેલા પણ તેનો નાચતા ગાતા અનેક વીડિયો સામે આવી ચૂકયા છે. ક્રુણાલ પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા આ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયો પંડ્યા ભાઈઓના દ્યરનો છે. વીડિયોમાં હાર્દિક અને તેનો ભાઇ શોર્ટ્સ ટીશર્ટ પહેરી અને હાથમાં માઇક લઈને સોફા પર બેસી ફુલ મસ્તીના મૂડમાં જોવા મળે છે. બંને ભાઈઓ હાથમાં માઇક લઈને ફિલ્મ અભિનેતા ધનુષનું લોકપ્રિય ગીત કોલાવેરી ડી ગાઈ રહ્યા છે. ૨૦૧૧માં રિલીઝ થયેલું આ ગીત તે સમયે ઘણું વાયરલ થયું હતું.

@hardikpandya7 pic.twitter.com/Ja6cBFkFGH ઉપર આ ગીત નિહાળી શકાય છે.

(3:36 pm IST)