Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાની પત્નિને કોરોના પોઝિટિવ આવ્યો

સમગ્ર પરિવાર ક્વોરેન્ટીન થયો : બંગાળના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપ સચિવ સ્મિતા શુક્લા તપાસમાં પોઝિટિવ આવ્યાં છે

કોલકાતા, તા. ૧૨ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અને પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી લક્ષ્મી રતન શુકલાની પત્નીનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીઓએ શનિવારે આ બાબતની જાણકારી આપી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપ સચિવ સ્મિતા સાન્યાલ શુક્લા શુક્રવારે તપાસમાં વાયરસ સંક્રમણમાં પોઝિટિવ આવ્યાં છે.

સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું છે કે તેમને થોડો તાવ હતો અને પ્રોટોકોલ અંતર્ગત તેઓ ઘરે જ ક્વોરન્ટીનમાં છે. બંગાળ રણજી ટીમના પૂર્વ કેપ્ટન શુક્લાએ પીટીઆઈ ને કહ્યું હતું કે,લ્લહા, મારી પત્ની સ્મિતા કોવિડ-૧૯ પોઝિટિવ આવી છે. તેમને થોડો તાવ છે અને તે દવાઓ લઈ રહી છે. હું, મારા બે દીકરા અને મારા વૃદ્ધ પિતા અમે દરેક ઘરે જ ક્વોરન્ટીનમાં છીએ. અમે ગુરુવારે કોવિડ-૧૯ પરીક્ષણ કરાવ્યું હતું.લ્લ

૨૦૧૫માં ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી શુક્લાએ તૃણમુલ કોંગ્રેસની ટિકિટ પર હાવડા ઉત્તર વિધાનસભા સીટ પરથી ૨૦૧૬માં ચૂંટણી લડી અને બીજેપીના નજીકના હરીફ રૂપા ગાંગુલીને હરાવ્યા હતાં. લક્ષ્મી રતન શુકલાએ કોરોના સામેની લડાઈમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું.

જોકે, ૧૯૯૯માં ભારતીય ટીમમાં એન્ટ્રી કરનાર આ ખેલાડીને ઈજાના કારણે કરિયર છોડવું પડ્યુ હતું. જોકે, તેમણે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું છોડ્યું નહોતું. ૧૦૦ કરતા વધારે મેચનો અનુભવ ધરાવતા લક્ષ્મી રતન શુકલા આઈપીએલ વિજેતા ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ ભાગ રહી ચૂક્યાંછે.

(7:33 pm IST)