Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

અફઘાનિસ્તાનનો પેસ બોલર આફતાબ આલમ એક વર્ષ માટે સસ્પેન્ડ

એક મહિલા સાથે ખરાબ વ્યવહાર બદલ સ્વદેશ પરત મોકલી દેવાયો હતો

કાબુલ : અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની અનુશાસન કમીટીએ વર્લ્ડકપમાં કોડ ઓફ કન્ડકટ તોડવા બદલ તેના પૈસા બોલર આફતાબ આલમને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

એક સત્ત્।ાવાર સ્ટેટમેન્ટ માં કહેવામાં આવ્યું હતું કે સધમ્પ્ટનમાં હોટેલમાં એક મહિલા ગેસ્ટ સાથે ખરાબ વ્યવહાર કરવા બદલ આલમને અધવચ્ચેથી સ્વદેશ મોકલી દેવામાં આવ્યો હતો. ર૬ વર્ષના આલમે વર્લ્ડ કપમાં છેલ્લી મેચ ૨૨ જૂને ભારત સામે રમી હતી. ૨૩ જૂને આઇસીસી એન્ટિ-કરશન યુનિટ સામે હાજર ન થવા બદલ કોચ ફિલ સિમન્સ તેને બે મેચ માટે સસ્પેન્ડ કર્યો હતો. તેણે વર્લ્ડ કપમાં ૩ વિકેટ લીધી હતી.

(3:17 pm IST)