Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ફિફા વર્લ્ડ કપ 2018: રીંછ ‘પામીર’એ કરેલ ભવિષ્યવાણી ખોટી પડી

નવી દિલ્હી: ફિફાની પ્રથમ સેમિફાઇનલ પહેલાં આ સમાચાર ફ્રાંસ ફૂટબોલ ટીમ અને તેના ચાહકો માટે દિલ તોડનારા છે. વર્લ્ડકપની સેમિફાઇનલ પહેલાં એક ખાસ રીંછે પોતાનો દાવ બેલ્જિયમ પર લગાવ્યો છે. મેચ પહેલાં ૧૧ વર્ષીય આ સફેદ રીંછ ‘પામીર’એ ભવિષ્યવાણી કરતાં દેખાડ્યું છે કે બાજી બેલ્જિયમના પક્ષમાં જશે. આના માટે બે સફેદ રંગના અલગ અલગ પ્લાસ્કમાં એક પર ફ્રાંસનો અને બીજા પર બેલ્જિયમનો ઝંડો લગાવીને તેમાંથી આ રીંછને કોઈ પણ એક ઝંડો પસંદ કરવા માટે કહેવાયું હતું અને ‘પમીર’એ બેલ્જિયમનો ઝંડો પસંદ કર્યો હતો. હવે આ રીંછ ‘પમીર’ ભવિષ્યવાણી ખોટી પડે છે.

 

(5:13 pm IST)